રાષ્ટ્રના સળગતા પ્રશ્નો - Swami Sachchidanand

રાષ્ટ્રના સળગતા પ્રશ્નો

By Swami Sachchidanand

  • Release Date: 1999-10-03
  • Genre: Hinduism

Description

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ  કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યશીલ રહેલા છે.

બીજો પ્રશ્ન વિદેશનીતિનો છે. પ્રથમથી જ રાષ્ટ્ર અમૈત્રીભરી વિદેશનીતિના માર્ગે ચાલી રહ્યું છે. અણુવિસ્ફોટ પછી આ “અમૈત્રી” નીતિ તેની ચરમકક્ષાએ પહોંચી ગઈ છે. ભારત અત્યારે મિત્ર વિનાનું રાષ્ટ્ર થઈ ગયું છે. અત્યારે સામાન્યકાળમાં તો તેનાં માઠાં પરિણામોની બહુ ખબર નહિ પડે, પણ જ્યારે કોઈ ખાસ વિપત્તિ આવશે, ખાસ કરીને યુદ્ધ જેવી સ્થિતિ સર્જાશે ત્યારે તેનાં ભયંકર પરિણામો ભોગવવાં પડશે. અણુવિસ્ફોટ પછી રાષ્ટ્ર વધુ દુર્બળ બન્યું છે, કારણ કે અણુવિસ્ફોટ પહેલાં પાકિસ્તાન સાથે જે રીતે વ્યવહાર થતો હતો તે હવે ઘણો નરમ અને એકપક્ષીય દબાયેલો થઈ રહ્યો છે. રાષ્ટ્રની શક્તિ તેની વિદેશનીતિમાંથી પ્રગટતી હોય છે. અત્યારે વિદેશનીતિમાંથી આવી કોઈ શક્તિ પ્રગટતી દેખાતી નથી તે ચિંતાનો વિષય છે. અકારણ શત્રુઓ વધે તેવાં વિધાનો કરીને વિદેશમૈત્રી વધારી ન શકાય. દુર્ભાગ્યવશ જેમને રાજનીતિકભાષા બોલતાં જ નથી આવડતું તેવા છીછરા માણસો ભારતના શત્રુઓની સંખ્યા વધારી રહ્યા છે. એને તત્કાલ રોકવાની જરૂર છે.