પશ્ચિમ થઈને રશિયા - Swami Sachchidanand

પશ્ચિમ થઈને રશિયા

By Swami Sachchidanand

  • Release Date: 2002-10-09
  • Genre: Hinduism

Description

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ  કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત પ્રયન્ત્શીલ રહેલા છે.

પ્રસ્તુત પુસ્તક 'પશ્ચિમ થઈને રશિયા'ના વાચકોને થોડોઘણો પણ રશિયા અને પશ્ચિમનો ખ્યાલ આવશે તો મારું ભ્રમણ અઅને પુસ્તક લખવાનો શ્રમ સફળ થયો માનીશ. પુસ્તકમાં કોઈ હકીકતદોષ અથવા સમજફેર થયા હોય તે સુજ્ઞ વાચકો જણાવશે તો તેનો સુધારો કરવા પ્રયત્ન થશે. ચીન જોયા પછી રશિયા જોવાની ઈચ્છા હતી. ચીનના વિકાસથી હું પ્રભાવિત થયો હતો, એટલે મને એમ કે જે રશિયામાંથી સામ્યવાદની ધારા ચીનમાં આવી તે રશિયા પોતે કેવું હશે તે મારે જોવું જોઈએ.

બ્રિટન-અમેરિકાની યાત્રા ધર્મયાત્રા હતી, ઘણાં પ્રવચનો થયાં. પ્રત્યેક સ્થળે લોકોની પુષ્કળ ભીડ ઊમટી પડતી. છેલ્લાં આઠ વર્ષમાં લોકો કૅસેટો-પુસ્તકોના દ્વારા મારા વધુ સમીપમાં આવ્યા છે, તે ડગલે ને પગલે અનુભવાયું. આ બધાથી મને પ્રોત્સાહન મળ્યું. એક તરફ સંપ્રદાયવાળા, ચમત્કારવાળા, કર્મકાંડવાળા, યજ્ઞોવાળા અને જુદા જુદા પરિવારવાળા નાનાં-મોટાં ગ્રૂપો પકડીને બેઠા છે તો બીજી તરફ કોઈ પણ ગ્રૂપમાં ન પડનાર અને સ્વતંત્ર રીતે સનાતન ધર્મનો આગ્રહ રાખનાર લોકો પણ છે. પણ હવે લોકો કાંઈક વિચારતા, સમજતા થયા દેખાય છે. ઇંગ્લૅન્ડ-અમેરિકાની સફળ ધર્મયાત્રા પૂરી કરીને અમે રશિયા તરફ ચાલ્યા, ત્યાં ધર્મયાત્રા ન હતી. પ્રવાસયાત્રા હતી. કદાચ અમે જે રીતે યાત્રા કરી તે રીતે ભાગ્યે જ કોઈ ગુજરાતીએ કરી હ